Unseasonal Rains In Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો - ગુજરાતમાં કમોસમી વરસાદ
🎬 Watch Now: Feature Video
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rains In Devbhumi Dwarka) વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલ રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદના પગલે ખેતરમાં રહેલ રવી પાકમાં નુક્શાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા દરમિયાન વધુ વરસાદના પગલે મગફળીના પાકમાં નુકશાન વેઠયા બાદ સારી આશાએ શિયાળુ પાક (Rabi Crop 2021) લીધો હતો. પરંતુ કુદરત ખેડૂત પ્રત્યે રિસાઇ હોઈ તેમ ફરી માવઠું થતાં ચણા, તલ, જીરું, રાયડો જેવા પાકને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે જગતનો તાત કુદરત પાસે ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યો છે.