કાલાવડમાં RSSના અગ્રણી પર 2 ઈસમોએ કર્યો હુમલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ - કાલાવડ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2020, 4:32 PM IST

જામનગર: કાલાવડમાં RSSના અગ્રણી પર હુમલાની ઘટના બની છે. રવિવારે રાત્રે કાલાવડ શહેરમાં બે ઇસમોએ RSSના પીઢ આગેવાન ભાનુભાઈ પટેલ પર હુમલો કર્યો હતો અને તેમને ધક્કો મારી પાડી દીધા હતા. આ ઘટના બાદ કાલાવડમાં તંગદિલી જોવા મળી હતી. જો કે, જામનગર ગ્રામ્યના DysP કૃણાલ દેસાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સાથે જ પોલીસે બન્ને શખ્સને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત મોડી રાત્રે સાંસદ પૂનમ માડમ પણ કાલાવડ પહોંચ્યા હતા અને ભાનુભાઈ પુરષોતમ પટેલના ઘરે જઈ ખબર અંતર પૂછ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.