કેશોદમાં અજાણ્યો વ્યકિત ચલણી નોટો મૂકી જતા લોકોમાં આશ્ચર્ય - news of gujarat
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લાના કેશોદમાં કોરોના વાઇરસના ભય વચ્ચે લોકડાઉનના માહોલમાં કોઇ અજાણ્યા વ્યકિત દ્વારા રહેણાંક મકાનના ઓટલા પર 100 રૂપીયાની ત્રણ નોટ અને એક 20 રૂપીયાની નોટ મૂકી જતા લોકોમાં આશ્ચર્ય ઉભુ થયું હતું. સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા કેશોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.