રાજકોટમાં કોરોનાને લઇને મંદિરમાં અનોખો ઘંટનાદ - રાજકોટ કોરોનાને ડામવા મંદિરમાં લગાવ્યો અનોખો ઘંટનાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ઘંટનાદ વગાડવાથી સંક્રમણ ફેલાઇ શકે છે. ત્યારે રાજકોટના વિશ્વકર્મા મંદિરમાં સેન્સર દ્વારા ઘંટનાદ વગાડી શકાશે. રાજકોટના દીવાન પર રોડ પર આવેલા વિશ્વકર્મા મંદિરના આ કાયદા મુજબ મંદિરમાં પ્રવેશ કરતા દરેક લોકો ઘંટનાદ કરતા હોય છે. જેના પર તંત્ર દ્વારા ઘંટનાદ વગાડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. તેની પાછળ કારણ હતું ઘંટનાદ વગાડતી વખતે હાથેથી કોઈ વગાડે ત્યારે કોરોના વાઇરસ ફેલાવવાની શક્યતા રહે છે. રાજકોટના વિશ્વકર્મા મંદિરમાં કોરોના જેવા રોગને અટકાવા માટે આ મંદિરમાં એક સેન્સર લગાડવામાં આવ્યું છે. આ સેન્સર સામે હાથ સામે રાખવાથી ઘંટનાદ જાતે જ વાગવા માંડે છે. આ રીતે આ મંદિરમાં કોરોનાને ડામવા મંદિર દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.