વાપી: ઝૂંપડામાં રહેતા પરિવારને સ્વખર્ચે ઘર આપીને પીએમ મોદીના જન્મદિવસની કરાઈ અનોખી રીતે ઉજવણી
🎬 Watch Now: Feature Video
વલસાડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે, ત્યારે તેના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપી નગરપાલિકાના સભ્યએ 25 વર્ષથી ઝૂંપડામાં રહેતા એક ગરીબ પરિવારને સ્વખર્ચે પાકું મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું હતું અને વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પાલિકા પ્રમુખની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું. આ અંગે વાપી નગરપાલિકાના સભ્ય દિલીપ યાદવે જણાવ્યું હતું કે, આ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવા માટે પ્રયાસો કર્યા હતાં, પરંતુ દસ્તાવેજી પુરાવા પૂરતા ના હોય તે શક્ય નહી બનતા આખરે સ્વખર્ચે જ મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું છે.