ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 5 ફૂટ દૂર - મહારાષ્ટ્ર
🎬 Watch Now: Feature Video
તાપીઃ ઉકાઈ ડેમની જળ સપાટી 339.62 ફૂટે પહોંચી છે. ડેમ માત્ર 5 ફૂટ ભયજનક સપાટીથી દૂર છે. ઉકાઈ ડેમમાં પાણીના સ્તરમાં વધારો નોંધાતા હાલ ડેમના 4 દરવાજા 3 ફૂટ અને 1 દરવાજો 2 ફૂટ ખોલી અને 49,359 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ડેમના હાલ 5 જેટલા દરવાજા ખોલી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.