નશામાં ધૂત થઇને કાર ચલાવતા ગોંડલના યુવાનનો અકસ્માત, સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ - ગોંડલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલના મિત્રો દિવથી ઉના GJ3KP 3736 નંબરની કાર લઈને ઉના આવ્યા હતા. બન્ને યુવાનો ઉનાથી દિવ તરફ પોતાના 3 મિત્રોને લેવા માટે નીકળ્યા હતા. આ બન્ને યુવાનો નશાની હાલતમાં હોવાથી રોડ પર અનેક વાહનચાલકો અકસ્માત થતા માંડ માંડ બચી ગયા હતા. ત્યાં જ ઉનાના દીવ રોડ પર નાળિયા માંડવીના ઢોરા પાસે કાર પર કાબૂ ગુમાવતા કાર ખાડામાં ઉતરી ગઇ હતી. પાછળથી આવતી કારના લોકો દ્વારા આ વીડિયો મોબાઈલમાં ઉતારવામાં આવ્યો હતો. કાર અંદર ગોંડલના બે યુવાનો નશામાં હાલતમાં હતા અને કાર ખાડામાં ઉતરી ગઈની ઘટના સ્થળે પોલીસ પહોંચી અને બન્ને યુવાનોને ગાડીમાંથી બાર કાઢવામાં આવ્યા. બે યુવાનો હિરેન રામાણી અને કાના જેઠવાણી હતા. જેમાં હિરેન રામાણીને વધુ સારવાર અર્થે ઉનાથી જૂનાગઢ રીફર કરવામાં આવ્યો હતો.