મહીસાગર જિલ્લામાં આદર્શ વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓ પ્રથમ અને દ્રીતીય ક્રમાંકે - આદર્શ વિદ્યાલય
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7543153-419-7543153-1591698263361.jpg)
મહીસાગરઃ ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે ગુજરાત સરકારે પહેલાથી જ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ વખતે બોર્ડમાં મહીસાગર જિલ્લામાં SSC બોર્ડનું 55.65 ટકા પરિણામ આવ્યું છે. મહીસાગર જિલ્લામાં આદર્શ વિદ્યાલયની કેયા માછીએ પ્રથમ અને પૃથ્વી જોશીએ દ્વિતીય ક્રમ મેળવી ગૌરવ વધાર્યું છે. જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર કુલ 23 વિધાર્થીઓ પૈકી 13 વિદ્યાર્થીઓ આદર્શ વિદ્યાલયના છે. જિલ્લા SSCમાં નોંધાયેલ 15,255માંથી 14,956 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી પ્રમાણપત્ર પાત્રતા ધરાવતા પરીક્ષાર્થીની સંખ્યા 8,323 છે. જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનાર 5 શાળાઓ છે. 30 ટકાથી ઓછા પરિણામ મેળવનારી 40 શાળાઓ છે.