મોરબીનાં શનાળા પાસે ટ્રેક્ટર ચોરી કરતા બે શખ્સો ઝડપાયા - latest news of morbi
🎬 Watch Now: Feature Video

મોરબી: મોરબીનાં શનાળા પાસે ટ્રોલી સહીત ટ્રેક્ટર ચોરી કરતા બે ઈસમોને પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમોએ એક વર્ષ પૂર્વે શનાળા મુરલીધર હોટલ પાસેથી ટ્રેક્ટર ચોરી કર્યું હતું અને ચોરી કરેલ ટ્રેક્ટર પોતાના વતનમાં ખેતીકામ માટે ઉપયોગ કરવા લઇ જતા હતા. પછી ચોરી કરેલ ટ્રેક્ટર જુનું થઇ જતા તેને પોતાના વતનમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.પોલીસે ટ્રેક્ટર અને ટ્રેઇલર સહિત કુલ રૂ6,90,000 ની કિંમતનો મુદ્દામાલ રિકવર કરીને એક વર્ષ જુના ટ્રેક્ટર ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.