ભરૂચમાં અઢી દિવસનો પાણી કાપ, રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવાની લોક માગ - Bharuch News
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ નગર સેવા સદન દ્વારા અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન લાઈનનાં પાંચબત્તી સંપ સાથે જોડાણ અને માતરીયા ઈન્ટેકવેલ પાઈપ લાઈનમાં ફ્લો મીટર ઇન્સ્ટોલનું કામ કરવાની કામગીરીના પગલે અઢી દિવસનો પાણી કાપ આપવામાં આવ્યો હતો. આ કામગીરી પૂર્ણ થઇ જતા પાણી આપવામાં આવશે. તો પાંચબત્તી ખાતે કામગીરીનાં પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાંચબત્તીથી શાલીમાર ત્રણ રસ્તા સુધી વાહનોની કતાર લાગી હતી. આ કામગીરી બાદ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી હતી.