પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફટકો, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય સહિત 20 લોકોએ કેસરીયો ધારણ કર્યો - મહેન્દ્ર મુંજપરા
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિત અંદાજે 20થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા. જેથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ તમામ લોકોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, શંકર વેગડ, પ્રધાન કુંવરજી બાવળિયા, આર.સી.ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.