મહાપરિનિર્વાણ નિમિત્તે ડો.આંબેડકરને અપાઈ શ્રદ્ધાંજલિ - ડો.આંબેડકરને અપાઈ શ્રધાંજલિ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ: ડો. આંબેડકરના નિર્વાણ દિવસને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરના 63માં મહાપરિનિર્વાણ દિવસને લઈને જૂનાગઢમાં ડો આંબેડકરને સર્વ સમાજના લોકોએ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. ડો. આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને ડો. આંબેડકર દ્વારા સર્વ સમાજના હિતમાં કરેલા કામોને યાદ કરીને તેમને યાદ કરવામાં આવ્યા હતા. ડો. આંબેડકર દ્વારા શોષિતો દલિતો અને કચડાયેલા વર્ગોના ઉત્થાન માટે બંધારણમાં કેટલીક જોગવાઈ કરવામાં આવી હતી, જે આજે પણ સમાજના પછાત અને નબળા વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બની રહી છે.