અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આજરોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગુજરાત રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન (પોલીસ રહેણાંક આવાસ) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પોલીસ લાઈનમાં કુલ 920 જેટલા 2BHK કે મકાનો બનાવવામાં આવશે અને તેમાં અતિ આધુનિક સુવિધાઓ સાથે વાયરસેફટી અને સોલાર પેનલની પણ સુવિધાઓ રહેશે.
રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે આજરોજ મકરસંક્રાંતિના દિવસે અમદાવાદ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ હેઠળ ગુજરાત રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
2 BHK ના 920 મકાનો સાથે અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ હશે:
આ અંગે ગુજરાત પોલીસ આવાસ નિગમ લી. ના ઇ.ચા. મેનેજિંગ ડિરેક્ટર IPS નીપુણા તોરવણેએ જણાવ્યું હતું કે, "આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, અહીં કુલ 920 મકાનો 2BHK ના બનશે સાથે અતિ આધુનિક ફર્નિચર અને તમામ સુવિધાઓ સાથે 13 માળના મકાનો હશે. દરેકની અંદર બે લિફ્ટ અને ફાયર સેફટીની સુવિધા પણ દરેક ફ્લોર પર અને સાથે સાથે સોલર સિસ્ટમની સુવિધા પણ તેમાં આપેલી છે."
કુલ 13 માળના 18 ટાવર બનાવવામાં આવશે: વધુમાં નીપુણા તોરવણે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 23 મહિનાના ટૂંક જ સમયમાં જ આ આવાસો બનીને તૈયાર થશે જેની ક્વોલિટી પણ ઉત્કૃષ્ટ પ્રકારની રહેશે. આપને જણાવી દઈએ કે, આ પોલીસ લાઈનમાં કુલ 13 માળના 18 ટાવર બનાવવાના છે જેમાં કુલ 920 2 BHK ના મકાનો હશે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ રહેશે.
આ પણ વાંચો: