જુનાગઢ: આજે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં પતંગ રસીકો મકરસંક્રાંતિનો તહેવારે કાપ્યો છે ના નાદ સાથે ઉજવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના સિનિયર સિટીઝન હોય 'એ ખાધો છે'ના નાદ સાથે મકરસંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરી હતી
અનોખી રીતે મકરસંક્રાંતિની ઉજવણી
આજે સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, પતંગ રસિકો માટે આ તહેવાર આજે પણ આટલો જ મહત્વનો છે. આજે મોટા ભાગની આગાસી અને ધાબાઓ ઉપર લોકો મ્યુઝિક અને ડાન્સના સથવારે 'એ કાપ્યો છે'ના નાદ સાથે મકરસંક્રાંતિનું પર્વ મનાવી રહ્યા છે.
ત્યારે જુનાગઢના કેટલાક સિનિયર સિટીઝનોએ 'એ ખાધો છે'ના નાદ સાથે મકરસંક્રાંતિનું પર્વ અનોખી રીતે મનાવી રહ્યા છે. જુનાગઢ અને સોરઠ પંથકમાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાને લઈને કોઈ વિશેષ ઉત્સાહ જોવા મળતો નથી, પરંતુ આ પ્રકારની સ્પર્ધાનું અલગ-અલગ જગ્યા પર આયોજન કરીને મકરસંક્રાંતિની ઉજવણીને અનોખી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
33 મહિલા અને પુરુષોએ લીધો ભાગ
મકરસંક્રાંતિના તહેવારે ખાસ સિનિયર સિટીઝનો માટે આયોજિત થયેલી આ સ્પર્ધામાં 17 પુરુષ અને 16 મહિલાઓ મળીને કુલ 33 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં તમામ સ્પર્ધકો માટે પાંચ મિનિટની અંદર સૌથી વધારે મમરાના લાડુ ખાવાની એક ચેલેન્જ આપવામાં આવી હતી.
જેમાં પ્રથમ ક્રમે રહેલા રમાબેન જોષીએ 12 લાડુ ખાધા હતા. મહિલા જ કેટેગરીમાં બીજા નંબરે રહેલા રંજનબેન વાગડીયાએ 09 લાડુ અને ત્રીજા નંબરે રહેલા જયાબેન પરમારે 8.75 લાડુ ખાધા હતા.
જ્યારે પુરુષ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા અશોક કુમાર પીતમાણીએ 8,30 લાડુ ખાધા હતા. એ જ રીતે દ્વિતીય નંબરે આવેલા નારણભાઈ માલવિયાએ 7,5 અને ત્રીજા નંબરે આવેલા જગદીશભાઈ કાનાણીએ 7.15 લાડુ ખાઈને આ સ્પર્ધામાં અનુક્રમે પહેલો બીજો અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
પ્રથમ ક્રમે રહેલા સ્પર્ધકોએ પ્રથમવાર ખાધો લાડુ
આજની સ્પર્ધામાં મહિલા અને પુરુષો વિભાગમાં પ્રથમ ક્રમે રહેલા અશોકભાઈ પીતમાણી અને રમાબેન જોશી વર્ષમાં પહેલી વખત મમરાનો લાડુ ખાવાનો ટેસ્ટ કર્યો હતો, તેઓ વર્ષમાં એક વખત આ પ્રકારે સ્પર્ધામાં જે કંઈ પણ લાડુ બનાવવામાં આવે છે. તેને ખાતા હોય છે.
આ સિવાય તેઓ વર્ષ દરમિયાન ક્યારેય લાડુ ખાતા નથી. આ બંને સ્પર્ધકો લાડુ ખાવાની સ્પર્ધા જીતવામાં નસીબદાર એટલા માટે પણ કહેવાય છે કે, બંને વર્ષમાં માત્ર પહેલી વખત જ લાડુ ખાધો અને તેમાં તેઓ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા.