લલિત વસોયાએ 'પાયલ ને ન્યાય આપો' સ્લોગનવાળી પતંગ ઉડાડી, કહ્યું ભાજપના શાસકો હવામાં ઉડી રહ્યાં છેભાવનગર: ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્યમંત્રી મંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગર સ્થિત પોતાના ઘરે ધાબા પર ઉજવણી કરી હતી. નિમુબેને પોતાના પ્રપૌત્રને તેડીને પતંગ ઉડાડીને ઉજવણી કરી હતી. ભાવનગરમાં નિમુબેન ક્યાં વિકાસના કામ કર્યા છે અને શું વંદે ભારત ટ્રેન માટે 2025માં લાવવા સંકલ્પ કર્યો છે. જાણીશું વિસ્તારથી...
મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે મંત્રી નિમુબેન બાંભણીયા પોતાના પરિવાર અને અનુયાયી સાથે પોતાના ઘરના ધાબા ઉપર ચડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યાં. પોતાના પ્રપૌત્રને તેડીને નીમુબેને પતંગ ઉડાડીને ઉત્સવની ઉજવણી કરી હતી. નવા વર્ષ 2025ને લઈને વિકાસના કરેલા અને નવા કરવા માંગતા કાર્ય વિશે માહિતી પૂરી પાડી હતી.
ઉત્તરાયણની ઉમંગભેર ઉજવણી
મંત્રી નિમુબેન બાંભણીયા પોતાના ઘરની બાજુની શાળાના ત્રીજા માળની અગાસી એટલે ધાબા પર પહોંચ્યા હતા. પોતાના પતિ,પુત્ર,પુત્રવધુ અને પ્રપૌત્ર સહિત અનુયાયીઓ સાથે નીમુબેને ધાબા પર પહોંચીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પ્રપૌત્રને તેડીને તેમણે પતંગ ઉડાડી હતી.
મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના પાવન તહેવારની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પતંગ ઉત્સવ એટલે આકાશની અંદર રંગબેરંગી પતંગો નાના બાળકોથી લઇ અને મોટા લોકો સુધી તમામ લોકો આ દિવસે પતંગ ઉડાડે છે દાન પુણ્ય કરે છે ગાયને ઘાસ ખવડાવે છે અને સૂર્યદેવની આરાધના કરે છે.- નિમુબેન બાંભણીયા, રાજ્ય મંત્રી
નવા વર્ષમાં ઊંચા ધ્યેયને લઈને સંકલ્પ
''વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું સૂર્યનારાયણ ભગવાનની પાસે પ્રાર્થના કરું છું કે, સૌ દેશવાસીઓને સુખ શાંતિ અને સ્વસ્થ પ્રદાન કરે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે. આપણે સૌ મળીને આકાશમાં જેમ ઉંચે ઉડતી પતંગ એ આપણને ઊંચા ધ્યેય સાથે પ્રેરણા આપે છે અને વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળી અને આપણે સૌએ યોગદાન આપવાનું છે''.
વંદે ભારત ટ્રેન લાવવા પ્રયાસ
નિમુબેને વધુમાં જણાવ્યું હતું કે, મારા ક્ષેત્રની અંદર સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે. ઉમરાળા અને વલભીપુરની અંદર, આવનાર દિવસોની અંદર ભાવનગર થી સુરત સુધીની વંદે ભારત જે ટ્રેન છે એને શરૂ કરવા માટે મારો પ્રયત્ન અથાગ રહ્યો છે, અને ગ્રેઈન એટીએમ જે ભાવનગરને આપણને આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જે ગુજરાતનો પાયલોટ પ્રોજેક્ટ છે, અને આ ગ્રેઇન એટીએમ થી તેના લાભાર્થીઓને 24 કલાક ગમે ત્યારે જાય ત્યારે તેને અનાજ મળવાનું છે. અને આ રીતે મારા ક્ષેત્રની અંદર જે પણ નાના મોટા વિકાસના કાર્યો છે એને પ્રાયોરિટી આપી નાનામાં નાના કાર્યકર્તાનો ફોન ઉપાડી નાના કાર્યકર્તાઓ સાથે વાત કરી અને દેશને વિકસિત ભારત તરફ અમે આગળ વધી રહ્યા છીએ.