ગોધરા ખાતે ABVP દ્વારા જનજાતિ વિદ્યાર્થી પરિષદનું આયોજન કરાયું - જનજાતી વિદ્યાર્થી પરિષદ
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: જિલ્લાના વડામથક ગોધરા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જનજાતિ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જનજાતિ વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાના પ્રયાસના ભાગરૂપે પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનજાતિ પરંપરાને દર્શાવતું ભવ્ય પ્રદર્શન ખૂલ્લું મુકવામા આવ્યું હતું.