દાદરી ફળિયામાં બે ઘર પર પડ્યું વૃક્ષ - surat tauktae cyclone
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લામાં 18 મેથી સવારથી તૌકતે વાવઝોડાએ તારાજી સર્જી છે. જિલ્લામાં ઠેર-ઠેર વિજપોલ પડી ગયા છે. લોકોના ઘરના પતરા ઉડી ગયા તેમજ વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે માંગરોળના તરસાડી ખાતે દાદરી ફળિયામાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયાની ઘટના બની હતી. ફળિયાના બે ઘર પર વુક્ષ પડતા રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે સદ્નસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા.