બીલીમોરામાં ટ્રાફિક નિયમ જાગૃતી માટે રેલી યોજાઈ, ધારાસભ્ય પણ હેલ્મેટ પહેરી જોડાયા - traffic police news
🎬 Watch Now: Feature Video
નવસારીઃ સરકાર દ્વારા નવા ટ્રાફીક નિયમ અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ નવસારી જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના બીલીમોરા વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. જેમાં નવા નિયમોની જાણકારી અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરી ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે જીલ્લા ટ્રાફિક પોલીસ હસ્તે પેમ્પલેટ વિતરણ કરી નવસારી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એચ. રાઉલજીની ટીમે ટ્રાફિક નિયમોના કાર્યક્રમો દ્વારા પ્રજાકીય સમજણ આપવામાં આવવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા નવા ઘડાયેલા ટ્રાફીક નિયમોનું લોકો સન્માન ભેર પાલન કરે એ હેતુ સર ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલે હેલ્મેટ પેહરીને બાઈક ચલાવી કાયદાનું પાલન કરવા શહેરીજનોને અપીલ કરી હતી.