સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ શરૂ કરવાના સરકારના નિર્ણયને વેપારીઓએ આવકાર્યો
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં 50 ટકા શ્રમિકોના સહયોગથી ટેક્ષટાઈલ માર્કેટો ખોલવા માટે મુખ્યપ્રધાને મંજૂરી આપી છે. ત્યારે આ મંજૂરીને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે પરંતુ તમામ ટેક્સટાઇલ માર્કેટ એકસાથે શરૂ થાય આ માટે ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન જિલ્લા કલેક્ટર સાથે બેઠક પણ કરશે. બીજી બાજુ વીવર્સ એસોસિએશને સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.