લુણાવાડામાં મેડિકલ ટીમ દ્વારા વેપારીઓના RTPCR તેમ જ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરાયા - RTPCR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9740017-thumbnail-3x2-covidtest-gj10008.jpg)
મહીસાગરઃ ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધતા કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોના કેસ વધતા મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા બજારોમાં વેપારીઓના RTPCR તેમ જ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં 15 દિવસમાં 319 કોરોના કેસ નોંધાયા છે. લુણાવાડાના મુખ્ય પરાબજારમાં ધન્વંતરી રથની મેડિકલ ટીમ દ્વારા વેપારીઓના RTPCR તેમ જ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવામા આવ્યા હતા.