ભુજ નજીક ST બસ પલટી મારી જતાં 40 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત - bhujpolice
🎬 Watch Now: Feature Video
કચ્છ : ભુજ તાલુકાના રુદ્રાણી ગામ નજીક એક ST બસ પલટી મારતા 3 જેટલા પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. માર્ગ પરની ગોળાઈ વળવા સમય સ્પીડમાં રહેલી ST બસ પલટી મારી ગઇ હતી. આ અકસ્માતના બનાવમાં ૪૦ જેટલા પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં ૩૩ જેટલા પ્રવાસીઓને 108 મારફતે સારવાર માટે ભુજની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતની જાણ થતાં ભુજથી એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.