સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેક્ટર્સ ગાર્ડન બન્યું પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર - સ્ટેચ્યુ ઓફ યુનિટી
🎬 Watch Now: Feature Video

નર્મદા : ગુજરાતીમાં જેને થૉર અને અંગ્રેજીમાં કેક્ટ્સ કહેવાય છે. એ એક સૂકી વનસ્પતિ અને ખાસ કરીને સૂકા પ્રદેશમાં થાય છે. તેનો ઉપયોગ એક પ્રોટેકશન વૉલ એટલે કે, સંરક્ષક દીવાલ તરીકે પણ કરાય પરંતુ આ સૃષ્ટિ માં આ કેક્ટ્સની 2000 જેટલી પ્રજાતિ છે. તેમાંથી 400 જેટલી વિવિધ પ્રજાતિ હવે નર્મદા જિલ્લામાં પણ જોવા મળશે. પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટીના સ્થળે વધુમાં વધુ સમય પસાર કરે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઈચ્છા છે.વન વિભાગ દ્વારા કેક્ટ્સની વિવિધ 400 જાત ને અહીં પ્રદર્શિત કરતું કેક્ટ્સ ગાર્ડન બનાવાયું છે.