અદ્ભુત જોડી એવા બંને ભાઈ અમર થઈ ગયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી - સ્વ.નરેશ કનોડિયા
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કનોડિયા પરિવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં પહોંચી સ્વ.નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના પાઠવી હતી. કનોડિયા હાઉસની બહાર નરેશ મહેશની યાદગાર તસવીરોના પોસ્ટર મુકવામાં આવ્યા હતા. જ્યારે ઘરના કમ્પાઉન્ડમાં વડાપ્રધાન માટે ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી નરેશ અને મહેશ કનોડિયાને પોતાના સ્વજન માનતા હતા. મોદી તત્કાલીન મુખ્યપ્રધાન હતા, ત્યારે કનોડિયા પરિવારે સદાય સહકાર આપ્યો હતો. વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.