વિધાનસભાની આગામી પેટા ચૂંટણીને અનુલક્ષીને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી કચ્છની મુલાકાત - કચ્છની મુલાકાત
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લાની અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના સંગઠનના આગેવાન કેસી પટેલે શુક્રવારના રોજ કચ્છની મુલાકાત લીધી હતી. ભુજ ખાતે સાંસદ વિનોદ ચાવડાની કચેરીએ પત્રકારો સાથે વાતચીત કરતા શિક્ષણ પ્રધાનએ દેશની નવી શિક્ષણ નીતિને આવકાર સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન કાળના ચાર વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કચ્છમાં સારા વરસાદને પગલે કચ્છી માડુઓને અભિનંદન આપતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અબડાસા પિતા વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના સંગઠનના કાર્યકર્તાઓની કામગીરી અને ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના ભાજપને આ બેઠક પર વિજય પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.