રાજકોટમાં મોટરસાયકલ ચોરનારી ટોળકીના 3 સાગરીતો ટંકારામાંથી ઝડપાયા - ત્રણ સાગરીતો ઝડપાયા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9061312-465-9061312-1601907374504.jpg)
મોરબીઃ LCB ટીમ ચોરી અને લૂંટ સહિતના ગુન્હાઓના ભેદ ઉકેલવા કાર્યરત હતી, જેમાં હડમતીયા ગામની સીમમાં કાર ચાલકને માર મારી કાર અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી, જેમાંના 6 આરોકી પૈકી 3 આરોપીઓ ચોરીના મોટરસાયકલમાં ટંકારા-લતીપર ચોકડી પાસેથી પસાર થવાના હોય તેવી બાતમીને આધારે વોચ ગોઠવી હતી અને આરોપી દિતિયાભાઈ રેમસિંગ પલાસીયા, ગિરધાર રેમસિંગ પલાસીયા અને ભાવસીંગ રેમસિંગ પલાસીયાને ઝડપી લેવાયા હતા. જયારે અન્ય ત્રણ આરોપી સુનીલ કનીયા ભુરીયા, પીન્ટુ રીન્છું ભૈડા અને સહાદરના નામ સામે આવ્યા છે. ઝડપાયેલ આરોપીઓ પાસેથી એલસીબી ટીમે રોકડ રકમ 7500 અને એક મોટરસાયકલ સહીત કુલ રૂ 17,500નો મુદ્દામાલ રીકવર કર્યો છે.