હોટલના લગ્ન પ્રસંગમાંથી ગઠીયો સોનાના દાગીના ભરેલી થેલી ઉઠાવી ફરાર, ઘટના CCTVમાં કેદ - ગોધરા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરા ખાતે જાણીતી એવી લકઝુરા હોટલમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં વેવાઈ પક્ષ તરફથી આપવામાં આવેલા સોનાના દાગીના જેમાં સોનાની બંગડી, સોનાનો હાર, ડાયમન્ડની બુટી, પેન્ડલ સહિતની કુલ ૪,૨૭,૮૮૪ લાખની કિંમતની ભરેલી થેલી બે અજાણ્યા ઈસમ દ્વારા તફડાવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે અશોકભાઈએ ગોધરા A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુરૂવારે બનેલી આ ઘટનાના CCTV ફુટેજ પણ બહાર આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.