પારડીના યુવાને પારનદીમાં ઝંપલાવ્યું, શોધખોળ કરાતા કોઈ અતોપતો નહીં - latest news of valsad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8504758-thumbnail-3x2-vld.jpg)
વલસાડ: જિલ્લાના પારડી નગરપાલિકામાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ફકીરભાઈ સોલંકીના પુત્ર ભાવેશ તેના મિત્રો સાથે મોડી સાંજે ફરવા માટે પાર નદીના પુલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોઇ અગમ્ય કારણસર તેણે પારનદીમા જંપલાવી દિધું હતું. આ ઘટનાની જાણ ચન્દ્રપુરના તરવૈયાઓને કરતા ટિમ ઘટનાસ્થળ પર પહોંચ્ચી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ વરસાદ વધુ હોવાના કરણે તેનો કોઈ અતોપત્તો લાગ્યો નહિ. જોકે સમગ્ર મામલામાં પરિવારજનો ભાવેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી આવું અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવી રહ્યા છે. આ ઘટનાને પગલે પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.