જયપુર: IPL 2025 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. એવામાં આ દિવસોમાં અમેરિકન ગાયક ઇડી શીરન (ED Sheeran)નો જાદુ ભારતમાં જોવા મળી રહ્યો છે. તેઓ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. શીરન પોતાના આકર્ષણ અને ઉત્તમ ગાયકીથી ભારતીય ચાહકોને મદમસ્ત બનાવી રહ્યો છે. આ દરમિયાન તે રાજસ્થાન રોયલ્સના સ્ટાર ક્રિકેટરો મળવા ગઈ અને ક્રિકેટ પણ રમી.
Won the toss and asked @edsheeran to bat first! 💗 pic.twitter.com/k9TFcU6dev
— Rajasthan Royals (@rajasthanroyals) February 11, 2025
શીરન રાજસ્થાન ક્રિકેટ રમ્યો:
શીરન અને રાજસ્થાનના રોયલસના ખેલાડીઓ એકબીજા સાથે ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા, જેનો વીડિયો રાજસ્થાન રોયલ્સે તેમના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં ઇડી શીરન RR ખેલાડીઓના બોલ પર લાંબા શોટ મારતો જોવા મળે છે. વીડિયોમાં તે ઘણી સારી ક્રિકેટ રમતો જોવા મળે છે.
વીડિયોમાં, રિયાન પરાગ ઇડી શીરનની બેટિંગના વખાણ કરતો જોવા મળે છે. આ દરમિયાન ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે પણ ત્યાં હાજર હતા. અને અન્ય ઘણા ક્રિકેટ ચાહકો પણ ત્યાં જોવા મળે છે. વીડિયોમાં તે કટ શોટ, સ્કૂપ શોટ અને બીજા ઘણા પ્રકારના શોટ રમતા જોવા મળે છે. વીડિયોના અંતે શીરન ચાહકોને નવી RR જર્સી રજૂ કરતો પણ જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં રાજસ્થાન રોયલ્સે લખ્યું, 'ટોસ જીત્યો અને શીરનને પહેલા બેટિંગ કરવાનું કહ્યું.
Designed in Rajasthan, For Rajasthan. The Pink of 2025 is here. 🔥💗 pic.twitter.com/1yADw3zcqY
— Rajasthan Royals (@rajasthanroyals) January 29, 2025
શીરનને રાજસ્થાન રોયલ્સની નવી જર્સી ગમી
હોલીવુડના પ્રખ્યાત ગાયક એડ શીરનનો શાહરૂખ ખાન સાથેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં બંને ડાન્સ કરી રહ્યા હતા. તેમણે 2011 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. હવે તે IPL 2008 ના વિજેતા અને IPL 2022 ના રનર-અપ ટીમને ટેકો આપતો જોવા મળે છે.
આ પણ વાંચો: