વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં 35 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદની સંભાવના - દક્ષિણ ગુજરાત
🎬 Watch Now: Feature Video
સુરત: દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલુ નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઇ ગયું છે. જોકે, વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં 35 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલ દ્વારા સુરત જિલ્લાના દરિયા કાંઠાના 3 કિમીના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. આ લોકો માટે કુલ 21 આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે.