ખેડાના કાલસરમાં ગંદકીને લઈને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરાઈ - Etv Bharat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4390465-thumbnail-3x2-kheda.jpg)
ખેડા: જીલ્લાના ઠાસરાના કાલસર ગામમાં ગંદકીને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળાએ જવાના રસ્તા પર ગંદકી અને ગંદા પાણી ભરાઈ જવાને લઈ ગ્રામજનોએ પ્રાથમિક શાળાની બહાર એકત્ર થઇ દેખાવો કર્યા હતા. તેમજ શાળાને તાળાબંધી કરી શાળાના દરવાજા પાસે ધૂન કરી હતી. ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી શાળામાં આવવાના રસ્તા પર ગંદકીને કારણે બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ગંદકી દૂર કરવા માગ કરી હતી. શાળાને તાળાબંધી કરવામાં આવતા શાળાના આચાર્ય દ્વારા ઠાસરા તાલુકા પંચાયતને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજુઆત કરતા પ્રાંત અધિકારી દ્વારા સરપંચને બોલાવી જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું હતું.