વડોદરાની સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી - unique celebration of Raksha bandhan

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2020, 3:37 AM IST

વડોદરા: શહેરમાં એક તરફ જયારે કોરોના સંક્રમણને કારણે સ્કૂલ બંધ છે, ત્યારે વિદ્યાર્થીઓએ વૃક્ષોને હંમેશા રક્ષણ આપવાના વચન સાથે રાખડી બાંધી હતી. ગત વર્ષે પણ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ કરી હતી, પરંતુ આ વખતે પરિસ્થિતિ ઘણી વિપરીત છે. "કોરોનાના વધતા જતા કેસના કારણે વિદ્યાર્થીઓને ખુબ જ સાવચેતી રાખવાની જરૂર હતી તેમ છતાં પણ વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું વહન કર્યું હતું. સ્કૂલ સંચાલકો દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીએ વાલીની સહમતી વિના ઘરની બહાર નહીં નીકળવું અને ઘરમાં જ ઉગેલા વૃક્ષ કે છોડને રાખડી બાંધી પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરવી. આ અભિયાનમાં લગભગ 200 વિદ્યાર્થીઓ જોડાયા હતાં. "સંત કબીર સ્કૂલમાં પર્યાવરણ વિષયને ઘણું મહત્વ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ દરેક ઉત્સવને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉજવે છે. આ વખતે પણ વિદ્યાર્થીઓએ વૃક્ષો અને છોડને રાખડી બાંધીને પોતાની પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓના દર્શન કરાવ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.