નવી દિલ્હી : બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભા ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી પક્ષના સભ્યોને કહ્યું કે, લોકોએ તમને "ટેબલ તોડવા" નહીં પરંતુ પ્રશ્નો પૂછવા માટે ગૃહમાં મોકલ્યા છે.
લોકસભા ગૃહમાં વિપક્ષ દ્વારા હોબાળો : બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સરકાર પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ દરમિયાન સૂત્રોચ્ચાર કરી રહેલા સભ્યોને કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તમે લોકો સંબોધન પરની ચર્ચા દરમિયાન આ વિષય ઉઠાવી શકો છો.
ઓમ બિરલાએ વિપક્ષને આડે હાથ લીધું : લોકસભા ગૃહમાં સમાજવાદી પાર્ટીના કેટલાક સભ્યો બેઠક પાસે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું, ઓમ બિરલાએ કહ્યું કે, પ્રશ્નકાળ એ એક મહત્વપૂર્ણ સમય છે જેમાં સરકારની જવાબદારી નક્કી કરી શકાય છે. જનતાએ તમને ટેબલ તોડવા માટે મોકલ્યા નથી. પ્રશ્ન પૂછવા માટે મોકલ્યા છે. જો તમને આ કારણસર (ટેબલ તોડવા માટે) મોકલ્યો હોય તો જોર-જોરથી મારો.
લોકોએ તમને "ટેબલ તોડવા" નહીં, પ્રશ્નો પૂછવા માટે ગૃહમાં મોકલ્યા છે : ઓમ બિરલા
ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને ગૃહને કાર્યરત રહેવા દેવા અપીલ કરી હતી. પ્રશ્નકાળ પૂરો થયા પછી ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને કહ્યું કે, હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચામાં તમે જે પણ મુદ્દા ઉઠાવવા માંગતા હો તે ઉઠાવી શકો છો. તમને પૂરતો સમય અને તક આપવામાં આવશે. પ્રશ્નકાળ પછી અન્ય મુદ્દાઓ ઉઠાવવાની પરંપરા સ્થાપિત થવી જોઈએ.
ઓમ બિરલાએ કહ્યું કે, ઘણા મંચો પર નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રશ્નકાળ મુલતવી રાખવો જોઈએ નહીં, તે બધા સભ્યોની સામૂહિક જવાબદારી છે. આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે પ્રશ્નકાળ ક્યારેય મુલતવી ન રાખવો જોઈએ. આ મારી વિનંતી છે. પણ, જો તમે સૂત્રોચ્ચાર કરવા આવ્યા છો, આયોજનબદ્ધ રીતે સંસદ સ્થગિત કરવા આવ્યા છો, ટેબલો થપથપાવી રહ્યા છો, તો હું તમને કંઈ કહી શકતો નથી. હું ફક્ત વિનંતી કરી શકું છું.
'મોદી યોગી શરમ કરો શરમ કરો' ના નારા લાગ્યા...
વિરોધ પક્ષોના સભ્યોએ 'વડાપ્રધાન જવાબ આપો' અને 'મોદી યોગી શરમ કરો શરમ કરો' ના નારા લગાવ્યા. મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આરોપ છે કે સરકારે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની સાચી સંખ્યા આપી નથી.