વડોદરાઃ રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશને 'ઘોળીને પી ગયા' શાળા સંચાલકો - વડોદરાના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રાજ્ય સરકાર અને હાઇકોર્ટનો આદેશ છે કે, હાલ શાળાઓ બંધ હોવાથી ફી ની વસુલાત કરવી નહીં. આમ છતાં માંજલપુર સ્થિત અંબે સ્કૂલના સંચાલકો દ્વારા ચાલુ વર્ષની ફી ભરવા વાલીઓ પર દબાણ કરાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવ્યાં હતા. જેને લઈને મંગળવારે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટને લેખિત ફરિયાદ કરી હતી. વાલીઓ સ્કૂલ ખાતે પહોંચતા સ્કૂલ સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.