સુરતમાં વધુ એક આગ, સિલાઈના કારખાનામાં આગ, કારીગરોનો આબાદ બચાવ - સુરત ફાયર ટીમ
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરના ઉધના વિસ્તારની શિવ કૃપા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ લેતાં ફાયર વિભાગને આ અંગે જાણ કરાઈ હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ફાયરબ્રિગેડના જવાનોએ કારખાનાંમાંથી ચાર કારીગરોને સુરક્ષિત બહાર કાઢ્યા અને કારખાનામાં પાણીનો મારો ચલાવ્યો હતો.