વડોદરાના કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજન માટે શ્રદ્ધાળુઓનો ધસારો
🎬 Watch Now: Feature Video
વડોદરા : ડભોઇ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવના મંદિરે આજે શિવરાત્રિ પર્વને લઇ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા. નર્મદા નદીમાં પવિત્ર સ્નાન સાથે જય કુબેર અને હર હર મહાદેવના નાદ સાથે શિવજીને વિવિધ સામગ્રી અર્પણ કરી દર્શન પૂજનનો લાભ મેળવ્યો હતો.