જૂનાગઢઃ કેશોદના અખોદર ગામે છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકી, બે લોકોનો આબાદ બચાવ - Akhodar village
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેશોદ તાલુકાના અખોદર ગામે ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીની સમસ્યાનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોના પાણી છોડવામાં આવતા અખોદર ગામે અવારનવાર પાણી આવતા ગામ નજીક આવેલા પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે, જેથી પુલ નબરો પડ્યો છે. તેમછતા તંત્ર દ્વારા રિપેરીંગ કરવામાં આવ્યું નથી, ત્યારે મંગળવારે આ પુલ પરથી એક રિક્ષા નીચે ખાબકી હતી, જેમાં રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિનો ગ્રામજનો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે વાહનચાલકો જીવના જોખમે આ પુલ પરથી વાહન પસાર કરી રહ્યા છે.