મોરબીમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા - Earthquake in Gujarat
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લામાં રવિવારે સાંજે સવા આઠ વાગ્યાના સુમારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ રવિવારના રાત્રીના સવા આઠ વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથક ઉપરાંત વાંકાનેર, હળવદ શહેર ઉપરાંત માળિયાના ગ્રામ્ય પંથકમાં પણ આંચકો અનુભવ્યો હતો. ભૂકંપના પગલે લોકો ઘર બહાર દોડી ગયા હતા અને થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે અધિક કલેક્ટર કેતન જોષીએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો આવ્યાની વાત સાચી છે. રિકટર સ્કેલ પર તીવ્રતા કેટલી હતી તે સ્પષ્ટ થયું નથી પણ સુત્રો દ્વારા મળતી વિગત મુજબ આ આચકો 5થી વધુ તીવ્રતાનો હતો.