ભરૂચમાં વસતા પારસી સમાજે પતેતીની ઉજવણી કરી
🎬 Watch Now: Feature Video
ભરૂચ: પારસી સમાજના નૂતન વર્ષ પતેતીના દિવસે ભરૂચ અંકલેશ્વરમાં વસતા પારસી સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈરાનથી આવેલા પારસીઓ વલસાડના સંજાણ અને ભરૂચ બંદરે ઉતર્યા હતા અને અહીં જ વસી ગયા હતા. દૂધમાં સાંકરની જેમ ભળી જનારા પારસી સમાજની એક સમયે ભરૂચમાં જાહોજલાલી જોવા મળતી હતી. પરંતુ, સમય જતા વ્યવસાયના કારણે પારસીઓએ સ્થળાંતર કર્યું અને ભરૂચમાં પારસીઓની વસતી ઓછી થઈ. ભરૂચના વેજલપુર, કોટ પારસીવાડ સહિતના વિસ્તારોમા રહેતા પારસી સમાજના લોકોએ સવારના સમયે અગિયારીમાં જઈ વિશેષ પ્રાર્થના કરી હતી અને બાદમાં એકમેકને નવરોઝ મુબારક પાઠવ્યા હતા.