બિન સચિવાલયની પરીક્ષા: સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ સરકાર સામે કરી રજૂઆત - surat news today
🎬 Watch Now: Feature Video
સુરત: તાજેતરમાં બિન સચિવાલયની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાને લઇને વિવાદ સર્જાયો છે. પરીક્ષાર્થી મોબાઇલ લઇને પરીક્ષા આપતો CCTV કેમેરામાં કેદ થયો છે. આ વીડિયોને લઈ કોંગ્રેસ આક્રમક બની છે, ત્યારે બીજી બાજુ રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત ખાતે બિન સચિવાલયની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ સરકાર સામે રજૂઆત કરી છે કે, બિન સચિવાલયની પરીક્ષા ફરીથી લેવામાં આવે. LRDની પરીક્ષા પછી હવે બિન સચિવાલયની પરીક્ષાને લઇ રાજ્યભરમાં વિવાદ સર્જાયો છે. એક પછી એક સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિની ઘટનાને ધ્યાનમાં રાખી પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાર્થીઓ આરોપ મુકી રહ્યાં છે કે, ભ્રષ્ટાચારના કારણે વારંવાર આવી રીતે પરીક્ષામાં ગેરરીતિના બનાવ બની રહ્યા છે.