મોડાસાની GIDCમાં ઉત્પાદિત મીની ઓક્સિજન કેન કોવિડ હોસ્પિટલને ભેટ... - મીની ઓક્સિજન કેન કોવિડ હોસ્પિટલને ભેટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9165806-thumbnail-3x2-m.jpg)
અરવલ્લીઃ મોડાસાની GIDCમાં એક કંપની દ્વારા મીની ઓક્સિજન કેનનું ઉત્પાદન કરવામાં આવ્યુ છે. જેને દર્દી સરળતાથી પોતાની પાસે રાખી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે છે. આ મીની કેન મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોરોના વાઇરસની મહામારીમાં કામ કરતા વોલિયન્ટર તેમજ ડૉક્ટર, નર્સિંગ તેમજ મોડાસાની કોવિડ હોસ્પિટલના સ્ટાફને હોસ્પિટલના સ્ટાફને ભેટ આપવામાં આવી હતી. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત મોડાસાની GIDCમાં તૈયાર કરવામાં આવેલી ઓક્સિજન કેન કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કામ લાગે તે હેતુથી હોસ્પિટલને આપવામાં આવી છે. જેથી ઓક્સિજનની ઓચિંતિ જરૂરિયાત સમયે ઓક્સિજન કેનનો દર્દી ઉપયોગ કરી શકે.