સુરેન્દ્રનગરમાં પંજાબના ખેડૂત આગેવાનનું આગમન થવાથી ગુજરાતમાં બેઠકનો દોર શરૂ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ ખેડૂત આગેવાનોએ કૃષિ બિલથી નુકસાની અંગેની માહિતી આપી આંદોલનમાં જોડાવવા આહવાન કર્યું છે. દેશભરમાં કૃષિ કાયદાનો વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ખાસ કરીને દિલ્હીની સરહદ ઉપર પંજાબના ખેડૂતો દ્વારા છેલ્લા એક માસથી કૃષિ વિરોધી કાયદાનો વિરોધ નોંધાવવા આંદોલન ચાલી રહ્યું છે. આ કૃષિ આંદોલનની આગ ગુજરાતમાં ન પ્રસરે તેને ધ્યાને રાખી ભાજપના આગેવાનો ખેડૂતોને ખોટા માર્ગે ન દોરાવા પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેવા માહોલ વચ્ચે સુરેન્દ્રનગરમાં પંજાબના ખેડૂત આગેવાનનું આગમન થવાથી ગુજરાતમાં બેઠકનો દોર શરૂ થતા સરકારમાં અને પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. પંજાબના એક ગામના ખેડૂત આગેવાન એ સુરેન્દ્રનગર દોડી આવી ખેડૂત આગેવાન સાથે આ બાબતે બેઠક યોજતા ગરમાવો વ્યાપ્યો છે. હાલ આ પંજાબના ખેડૂત આગેવાન વઢવાણ તાલુકાના ગામોમાં ખાનગી વાહન મારફતે જઈ ખેડૂતોના આંદોલનને વધુ વેગવંતુ બનાવવા આંદોલનમાં જોડાવા આહવાન કરી રહ્યા છે અને કૃષિ બિલ વિશે હાનિકારક માનવામાં આવતા કેટલાક સૂચનો ખેડૂતો સમક્ષ મુકીને ખેડૂતોને કૃષિ વિષયકનો બહિષ્કાર કરવા ખેડૂતોને આહ્વાન કરી રહ્યા છે.