મહુવા માર્કેટિંગ યાર્ડ 23 ઓગસ્ટ સુધી બંધ રહેશે - મહુવા માર્કેટિંગ યાર્ડ
🎬 Watch Now: Feature Video
ભાવનગર: જિલ્લામાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આને કાબૂમાં લેવા માટે સરકારી તથા ખાનગી-જાહેર ક્ષેત્રો વિવિધ ક્ષેત્રે સતત પ્રયાસ કરી રહ્યાં છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત ખેત ઉત્પાદન બજાર સમિતિમાં 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી શાકભાજી તથા ફળફળાદી ઉપરાંત તમામ ખેત જણસોની ખરીદી વેચાણ બંધ ખરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીઓ અને કમિશન એજન્ટો માટે પણ ખાસ નિયમો સાથેની ગાઈડલાઈન અમલમાં મુકવામાં આવી છે.