વરસાદના કારણે વીરપુરનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું - news of virpur
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8540301-thumbnail-3x2-m.jpg)
રાજકોટ: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી હતી. જેને લઈને યાત્રાધામ વીરપુરમાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખોડિયાર માતાના મંદિરમાં 3થી 4 ફૂટ જેટલા પૂરના પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત બિહામણી પુલ તેમજ વીરપુરની સરિયામતી નદીમાં પણ ઘોડાપૂર આવતા વીરપુરથી મેવાસા, જેપુર, હરિપુર સહિતના 10 જેટલા ગામોમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, વીરપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી ખેતરોમાં ઉભા પાક મગફળી, કપાસ વગેરેના ધોવાણને લઇને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.