રાજકોટના 17મા રાજવીનો થશે ઐતિહાસિક રાજતિલક - Historic statesman
🎬 Watch Now: Feature Video

રાજકોટ: શહેરના 17મા રાજવી તરીકે માંધાતાસિંહ જાડેજા રાજગાદી પર બિરાજમાન થશે. જેના માટે રાજકોટમાં આગામી 27થી 30 જાન્યુઆરી સુધી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર માહિતી આપવા માટે માંધાતાસિંહ દ્વારા ખાસ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રાજતિલકની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશના રાજવીઓ, સંતો-મહંતો, મુખ્યપ્રધાન રૂપાણી સહિત રાજ્યના પ્રધાનોને આમંત્રણ પાઠવામાં આવ્યું છે. 27થી શરૂ થનારા આ કાર્યક્રમમાં નગરયાત્રા સાથે ક્ષત્રિય સમાજના દિકરા-દીકરીઓ દ્વારા એક સાથે તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જશે. આ સાથે જ ધાર્મિક વિધિમાં મહાયજ્ઞ સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે. રાજકોટના 17મા રાજવીના રાજતિલક સમારોહને ભવ્યથી ભવ્ય બનાવવાં માટે હાલ જોરશોરથી તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટના 17મા રાજવીનો ઐતિહાસિક રાજતિલક થશે.