ગોંડલમાં દંપતીએ કૌટુંબિક ઝઘડાના કારણે હાનિકારક પીણું પીધું - Gondal Mandvi outpost police station
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6072568-thumbnail-3x2-rajkot.jpg)
ગોંડલઃ માંડવી ચોકી પોલીસ મથક પાસે બપોરે 12 વાગ્યા આસપાસ ભગવતપરામાં રહેતા અફસાના દાઉદભાઈ ચૌહાણ તેના પતિ દાઉદભાઈ ચૌહાણએ કૌટુંબિક ઝઘડાના કારણે ફિનાઈલ જેવું પીણું પી લેતા પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલે તેમ જ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ આ અંગે હજુ કોઇ પોલીસ તપાસ શરૂ થઈ નથી. પોલીસ સૂત્રો દ્વારા આ અંગે જણાવા મળ્યુ હતું કે, આ દંપતીને કુટુંબમાં ઝઘડા ચાલતા હોવાથી એકા બીજાને જેલમાં પૂરી દેવાના આશયથી રોજિંદા ઝઘડાઓ કરી પોલીસ ફરિયાદો કરી રહ્યા છે. હાલ પોલીસ મથકનો સ્ટાફ રેલીના બંદોબસ્તમાં હોયથી રેલી પૂર્ણ થયા બાદ કાર્યવાહી હાથ ધરશે તેવું અંતમાં જણાવ્યું હતું.