બકરો પણ બન્યો માં અંબાનો ભક્ત, જુઓ Video - અંબાજી
🎬 Watch Now: Feature Video

અરવલ્લી: હાલ અરવલ્લીના માર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. જેની અસર પશુઓ પર પણ જોવા મળી હતી. અરવલ્લીના માલપુરમાં પંચમહાલ જિલ્લા તરફથી આવતા હજારો પદયાત્રીઓ સાથે એક બકરો પણ જોવા મળ્યો હતો. સંતરામપૂરથી આ બકરો અન્ય પગપાળા યાત્રીઓ સાથે ગળામાં માં અંબાની ચૂંદડી અને ખેસ પહેંરી જે ગામમાંથી પસાર થાય છે. ત્યાં લોકો તેને જોવા બે ઘડી ઉભા રહી જાય છે. રસ્તા પરની લારીઓ પરથી લોકો તેને ખાવા માટે શાક અને અન્ય વસ્તુઓ આપે છે. સંતરામપુરથી અંબાજી 230 કિલોમીટર છે. માલપુર સુધીનું 70 કિલો મીટર અંતર આ બકારાએ કાપી લીધું છે અને હજુ 160 કિલોમીટર બાકી છે. અન્ય શ્રદ્વાળુઓને જેમ આ અબોલ પશુ પણ માતાજીની ભકતી કરતો અંબાજી પહોંચશે.