ગોંડલ આશાપુરા ચેકડેમમાં યુવતીએ ઝપલાવ્યું, સમગ્ર ઘટના CCTV માં કેદ - ગોંડલ આશાપુરા ચેકડેમ
🎬 Watch Now: Feature Video
ગોંડલના આશાપુરા ચેકડેમમાં અનેક અકસ્માતની ઘટનાઓ બની રહી છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. આશાપુરા ડેમમાં એક યુવતીએ ઝંપલાવ્યું હતું જેના CCTV ફુટેજ સામે આવ્યા છે. ગોંડલના આશાપુરા રોડ પરના પી.ટી.પાર્ટી પ્લોટવાળી શેરીમાં રહેતી 17 વર્ષાય યુવતી ચાલુ ફોને આશાપુરા ચેકડેમ પાસે આવી અને આસપાસના વિસ્તારોમાં નજર કરી કોઈ નજરે ના આવતા યુવતી ડેમની પાળ પર બેસીને ડેમમાં પડી અને બુમાબુમ કરતા ડેમ પાસે કપડાં ધોતી મહિલા અને બગીચાના ચોકીદાર આવી પહોંચ્યા હતા અને ફાયરને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચીને યુવતિના મૃતદેહને પાણીમાંથી શોધીને બહાર કાઢ્યો હતો તેમજ મૃતક યુવતીના મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગોંડલ શહેર પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી હતી.
Last Updated : Dec 26, 2020, 2:12 PM IST