સૂર્ય ગ્રહણને લઈને ડાકોર ખાતે મંદિરના દ્વાર સવારથી જ બંધ - ડાકોર
🎬 Watch Now: Feature Video
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે સૂર્યગ્રહણને લઈ રણછોડરાયજી મંદિરના દ્વાર સવારથી જ બંધ રાખવામાં આવ્યા છે. મંદિરમાં ગ્રહણ બાદ બપોરે 2.45 વાગે બંધ બારણે રણછોડજીની આરતી થશે. ભાવિકો માટે આજના દિવસે દર્શન બંધ રહેશે. મહત્વનું છે કે, ડાકોર રણછોડરાયજી મંદિર 18 જૂનથી જાહેર દર્શન માટે ખોલવામાં આવ્યું છે. જોકે, આજે સૂર્યગ્રહણને લઈને મંદિર બંધ રાખવામાં આવ્યું છે.