પાવાગઢઃ મહાકાળી મંદિરના દ્વાર ખૂલ્યા, ભક્તો લઇ શકશે દર્શનનો લાભ - મહાકાળી મંદિર
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: કોરોના મહામારી વચ્ચે નવરાત્રી દરમિયાન ભક્તોની ભીડ અટકાવવા માટે પાવાગઢ શક્તિપીઠના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. જે આજે સોમવારે ખોલવામાં આવ્યા છે. જેથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, પાવાગઢના મહાકાળી માતાના દર્શન કરવામાટે ભક્તોએ કોરોનાની સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.