ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલશે - સુરેદ્રનગર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 7, 2020, 9:51 AM IST

સુરેન્દ્રનગર: કોરોનાના કહેર સામે દેશ અને ગુજરાતમાં પણ સૌ પહેલી વખત ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે. આ ધાર્મિક સ્થળો લગભગ સિત્તેર દિવસથી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. હવે અનલોક-1માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ચોટીલામાં આવેલું માં ચામુંડા માતાજીનું મંદિર આગામી 8 જૂનના રોજ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચના રોજ આ મંદિર લોકડાઉનમાં બંધ કરવામાં આવ્યું હતું. હાલ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા સરકારના નિયમનું પાલન થાય તેમજ વધુ લોકો એક સાથે ભીડ ન કરે તે માટે દર્શનાથીઓને પણ આ બાબતે જાગૃત કરવા પ્રયત્ન કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.